Friday 26 October 2012

એક જાણવા જેવું પાત્ર "ચાર્લી ચેપ્લીન "

એક જાણવા જેવું પાત્ર "ચાર્લી ચેપ્લીન "
હમણાં  જ ચાર્લી ચેપ્લીન ની આત્મકથા વાંચવાનું થયું . એક અભિભૂત કરનારું વ્યક્તિત્વ ! ઘણા બધા સંઘર્ષો માંથી  પસાર થયા બાદ ની સફળતા નું વર્ણન એનાજ શબ્દોમાં જાણે કે આપણે એની સાથે જ વિહરતા હોઈએ એવો સતત અનુભવ થાય નાનપણ થી જ ગરીબાઈ તેનો પીછો છોડતી ન હતી .બાળપણમાં જ એની માં બે વખત ગાંડી થઈ , એકલા રહેવાનો વારો આવ્યો .દુ:ખે તો જાણે માઝા મૂકી .ખાવા ની પણ તકલીફ કિશોરાવસ્થા માં  એનું નસીબ ખુલ્યું . ત્યારબાદ તો એણે પાછળ ફરી ને જોયું નથી . એક રંગમંચ નો કલાકર પોતાની વાતો દિલ ખોલી ને કરે છે  એક સાધારણ એવા રંગલા જેવું પાત્ર ભજવનાર એક મોટો ક્લાકાર બની ગયો . ઘણા લોકો ને એ  એકલવાયો લાગતો પણ એ પોતાની જાત ને અંતર્મુખી માનતો . સફળતા બાદ એની જિંદગી ની રફતાર તેજ થઈ . એનું પ્રથમ લગ્નજીવન એટલું સફળ ન રહ્યું .

No comments:

Post a Comment