Friday 26 October 2012

ગાંધીજી

મિત્રો  , બીજી ઓગ્ષ્ટ એટલે ગાંધીજી ને યાદ કરવાનો દિવસ એમજ   વિચારવું એ યોગ્ય નથી . અહી તમારી સમક્ષ એક પ્રસંગ  રજુ કરું છું  . આફ્રિકા માં ગાંધીજી પર મીર આલમ નામના વ્યક્તિ એ હુમલા ની યોજના બનાવી .  પરંતુ   સદનસીબે તે પકડાઈ જવાથી ગાંધીજી ની ઘાત ટળી . ગાંધીજીએ તેને ક્ષમા આપી . તેને સજા ન થવી જોઈએ એવું એમનું માનવું હતું . ગાંધીજી ની પ્રાર્થના સભા નજીક કરનાર વ્યક્તિ માટે પણ કરુણા ના શબ્દો જ ઉચ્ચાર્યા હતા .
એક વાર એમના આશ્રમ માં એક રાતે ચોર રસોડામાં ઘુસ્યો . એ ભૂખ્યો હતો કે કોઈક બીજા ઈરાદાથી આવ્યો હતો એ ખબર ન હતી . આશ્રમવાસી ઓં એ એને ઝડપી પડ્યો . એને દોરડા થી બાંધી ને એક ઓરડા માં રાખ્યો . સવારે ગાંધીજી સમક્ષ હાજર કરવાનું ઠરાવવામાં આવ્યું . ગાંધીજી નિત્ય ક્રમ માંથી પરવાર્યા પછી તે ચોર ને  તેમની સમક્ષ હાજર કરવામાં આવ્યો . બધા ના તરફ નજર કરી ગાંધીજી એ પૂછ્યું " શું તમે એને નાસ્તો કરાવ્યો ? " બધાજ આશ્ચર્ય ચકિત થઈ ગયા . ચોર ને  નાસ્તો? ગાંધીજી એ તેઓને કહ્યું " તે પણ  માનવ છે . આપણા બંધન માં રહેલા વ્યક્તિ ને ખવડાવવું એ તો આપણો ધર્મ છે . ત્યારબાદ ચોર ને  ખવડાવવામાં આવ્યું . પછી ગાંધીજી સમક્ષ હાજર કરવામાં આવ્યો . તેમણે સમજાવ્યું કે " ભાઈ ચોરી ન કરાય . ચોરી કરવી એ પાપ છે .  તારી પરિસ્થિતિ ને લીધે જો આમ કર્યું હોય તો અમે તને આશ્રમ માં કામ આપીશું ."આમ અહી એક વિશ્વાત્મા ધર્મ ના ત્રાજવે ન્યાય તોળી રહ્યા હતા .ત્યારબાદ ચોર ને ત્યાંથી જવા દેવામાં આવ્યો . તે વ્યક્તિ ને પણ જતા જતા જ્ઞાન થયું કે પોતે ક્યા ચોરી કરવા આવ્યો હતો .

No comments:

Post a Comment